ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સનો માલ-સમાન મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે ગુજરાત ATSએ પંજાબ પોલીસ સાથે મળીને 75 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પંજાબમાં હેરોઈનની ચોરી અંગે વિશેષ ગુપ્ત માહિતી મળી હતી. આ પછી, પંજાબ પોલીસની ટીમોએ એટીએસ ગુજરાત અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુજરાતના મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 75 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.