Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં રવિવારે 8686 ગ્રામ પંચાયતોમાં  સરપંચની 8513 અને વોર્ડ સભ્યની 48,573 બેઠક માટે બેલેટ પેપરથી  ચૂંટણી યોજાઇ હતી. જેમા મતદાન માટે મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. જેના કારણે સરેરાશ 74.70 ટકા મતદાન થયુ છે. જોકે, રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ભૂલની સાથે વહીવટી ભૂલને કારણે તા.20-12-2021ના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી પુનઃ મતદાન યોજવામાં આવનાર છે. રવિવારની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ઉત્તર ગુજરાતમાં 62 ટકા નોધાયુ છે.આવતીકાલે એટલે મંગળવારે, 21મીએ મતગણતરી થશે.

રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ઉમેદવારના નામ, પ્રતિકની પ્રિન્ટમાં ભૂલ થતા ઉપરાંત વહીવટી ભૂલને કારણે તા. 20મી ડિસેમ્બરે પુન:મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વિરણીયા અને દેલોચ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા અને અમરેલી તાલુકાના સરંભડા ગામની પંચાયતમાં પુન:મતદાન સોમવારે થશે.ઉપરાંત પોરબંદરના રીણાવાડા ગ્રામ પંચાયતમાં પણ સોમવારે પુન:મતદાન થશે તેમ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ