અમેરિકા સ્થિત રિસર્ચ ગ્રુપ દ્વારા ભારતમાં અપાતા ઉશ્કેરણીજનક ભાષણો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે વર્ષ 2024માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ નફરતી ભાષણોમાં 74 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જે સમયે પણ આવા ભાષણો અપાતા હોવાની નોંધ આ રિસર્ચમાં લેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નફરતભર્યા ભાષણ અંગે જે વ્યાખ્યા અપાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.