છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં બેન્કોમાં કૌભાંડ આચરવાનાં ૬,૮૦૦ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા અને રેકોર્ડ બ્રેક રૂ. ૭૧,૫૦૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આમ એક જ વર્ષમાં બેન્ક કૌભાંડોમાં ૭૩ ટકાનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. પીએનબી કૌભાંડ અને વીડિયોકોનનું ICICI બેન્કનું કરોડોનું કૌભાંડ બહાર આવ્યા છતાં બેન્ક કૌભાંડોમાં ઘટાડો થયો ન હતો. સરકાર દ્વારા બેન્ક કૌભાંડો રોકવા કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી હતી. કૌભાંડો આચરીને વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર્સને પકડવા અને પ્રત્યર્પણ દ્વારા દેશમાં લાવવાનાં પગલાં લેવામાં આવ્યા હોવા છતાં બેન્ક કૌભાંડો ઓછા થયા ન હતા. આરબીઆઈએ જાહેર કરેલી માહિતી મુજબ ૨૦૧૭-૧૮માં બેન્કોમાં કૌભાંડનાં ૫૯૧૬ કિસ્સા બહાર આવ્યા હતા જેમાં રૂ. ૪૧૧૬૭.૦૩ કરોડની છેતરપિંડી કરાઈ હતી. RTI હેઠળ માગવામાં આવેલી વિગતોમાં કૌભાંડના આ આંકડા બહાર આવ્યા હતા.