દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સમગ્ર ભારત 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળી રહી છે, જેમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો પરચો કરાવશે. આ વખતે પ્રથમવાર પરેડમાં રાફેલ પોતાનું સામર્થ્ય દર્શાવશે. બીજી તરફ આજે ખેડૂતો પણ ટ્રેકટર રેલી કાઢી રહ્યા છે. પરેડમાં દેશના અલગ અલગ ભાગોની સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવશે. આજે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.