દેશમાં કોરોના વાયરસના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7171 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 40 લોકોના મોત થયા છે. શુક્રવારે 7533 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં એક્ટિવ કેસનો આંકડો 51 હજારને પાર પહોંચી ગયો છે. દેશમાં હાલના સમયમાં 51314 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં કોવિડ રિકવરી રેટ 98.70 ટકા નોંધાયો છે.