સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજાર (Share Market)માં ફરી એકવાર કડાકો બોલાયો હતો. આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો અને થોડી વારમાં જ સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટથી વધુનો કડાકો થયો હતો.