ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઈક થઈ હતી. એમાં ૭૦નાં મોત થયા હતા અને ૨૮૦થી વધુને ઈજા પહોંચી હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં મૃત્યુ આંક ૩૦ હજારને પાર પહોંચી ગયો છે. આ ઘટનાના વિડીયો અને ફોટોમાં ચારે બાજુ મૃતદેહો વેરાયેલા પડયા હોવાનું જણાતું હતું.