એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. અચાનક આવું મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે?
એક સિનિયર ક્રૂ મેમ્બરે આપેલી માહિતી અનુસાર મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સીક લીવ લઇ લેતાં આવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક ફ્લાઈટો મોડી પડી છે તો અનેકને રદ કરવાની ફરજ પડી હતી. સિવિલ એવિયેશન ઓથોરિટીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.