211 કરોડના મેટ્રો રેલ કૌભાંડમાં પૂર્વ IAS સંજય ગુપ્તા સામે કંપની એક્ટના ભંગ બદલ 70થી વધુ ફરિયાદ દાખલ થઈ. સંજય ગુપ્તાની કંપની નિસા લિઝ્યોર લિમિટેડ અને સંજય ગુપ્તા સહિતના ડિરેક્ટરો સામે કંપની એક્ટ,2013ની જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ થઈ. ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કંપનીએ આરોપીઓને કાયદા મુજબ સજા કરવા અને ન્યાયના હિતમાં આરોપની સજા કરવા રજૂઆત કરી.