ગુજરાતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ ઈતિહાસ રચી દીધો છે. લક્ષ્મીએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. સુરતની પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી ખેલાડીએ ચેસની દુનિયામાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત સફળતા મેળવતા તમામ નવ રાઉન્ડ જીતી લીધા હતા અને નવ પોઈન્ટ સાથે ટાઈટલ પોતાના નામે કર્યું હતું.