બ્રિટનની સાત વર્ષની બાળાએ ગુગલના CEO સુંદર પિચાઈને પત્ર લખ્યો. લખ્યું કે હું ગુગલમાં નોકરી કરવા ઈચ્છુ છું. પિચાઈએ બાળકીને પ્રોત્સાહિત કરતાં વળતું લખ્યું, આશા છે કે તું ટેકનોલોજી બાબતે વાંચતી રહીશ, મહેનત કરતી રહીશ તો જરુર ગુગલમાં નોકરી મેળવીશ. મને તારી જોબ એપ્લીકેશનનો ઈંતજાર રહેશે. પિચાઈએ વ્યસ્તતા વચ્ચે ઉત્તર આપ્યો તે અંગે બાળકીના પિતાએ તેમનો આભાર માન્યો.