ભારતના પશ્ચિમ ઘાટમાંથી દેડકાંની નવી પ્રજાતિ મળી. આ દેડકાં અંગુઠાના નખ પર બેસી શકે તેટલા ટચુકડા છે. સંશોધકો કહે છે કે દેડકા સાવ નાના હોવાથી તેના તરફ કોઈનું ધ્યાન ગયું નથી. રસપ્રદ વાત એ પણ છે કે દેડકાની આ પ્રજાતિ ચોવીસે કલાક એક્ટિવ રહે છે. પશ્ચિમ ઘાટના દેડકાંની વિવિધ પ્રજાતિમાંથી ત્રીજા ભાગની પ્રજાતિના અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે.