દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા છે, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો છે. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે.
રાજધાનીની ઘણી સ્કૂલોને ધમકીભર્યા મેલ મળ્યા છે, જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હીના દ્વારકામાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલ તેમજ તેની સાથે જ સંસ્કૃતિ સ્કૂલને પણ આવો જ મેલ મળ્યો છે. પુષ્પ વિહાર સ્થિત અમેઠીની સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળ્યો છે.