આણંદ શહેરમાં વહેલી સવારે માત્ર બે કલાકના અરસામાં વરસેલા ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ (Anand) શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણીને લઇને વાહનચાલકોને અગવડ પણ પડી હતી. શહેરના ગામડીવડ, લોટ્યાભાગોળ, નવા બસસ્ટેન્ડ રોડ, વ્યાયામ શાળા રોડ, એવી રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
માત્ર ગણતરીના 4 કલાકો કલાકોમાં વરસેલા 7 ઇંચથી વધુ વરસાદ (Rain) ને કારણે નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ ભરાયેલા પાણીને રોકવામાં અસમર્થ જોવા મળ્યું હતું. શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે જીલ્લા પોલીસવડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે પોલીસ વડા પણ કેડ સમા પાણીમાં ઓફીસમાં જતા નજરે પડ્યા હતા અને પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ પણ પાણી ડહોળી કામ અર્થે પહોચ્યા હતા.