દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. જે 223 દિવસોમાં સૌથી વધુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 1 તારીખે 7946 કેસ નોંધાયા હતા. હવે આજે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 40,215 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 4,692 લોકો કોરોનાથી સાજા થયા હતા. તે જ સમયે કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,42,04,771 થઈ છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.72% છે. દરરોજનો પોઝિટિવિટી રેટ 3.65% છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ 3.83% નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.