ભારત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ ભરડો લેવાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના જીડીપીમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો છે, જે છેલ્લા ચાર દાયકામાં જીડીપીમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર દાયકામાં ભારતીય અર્થતંત્રનો આ સૌથી ખરાબ દેખાવ છે. જોકે, એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકમાં જીડીપી ૩૮.૯૬ લાખ કરોડ રૂપિયાનો રહ્યો, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ત્રિમાસિકમાં રૂ. ૩૮.૩૩ લાખ કરોડ હતો. આમ, માર્ચ ત્રિમાસિકમાં જીડીપમાં ૧.૬ ટકાનો વધારો થયો છે, જે સંકેત આપે છે કે કોરોના મહામારીની બીજી લહેર પહેલાં દેશનું અર્થતંત્ર રિકવરીના માર્ગે આગળ વધી રહ્યું હતું.