Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યોગ ભારતની પ્રાચીન લગભગ ૫૦૦૦ વર્ષ જૂની પરંપરા છે. યોગને શરીર અને આત્મા વચ્ચેના સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન માનવામાં આવે છે. આ પ્રાચીન પદ્ધતિ વિશે જાગ્રૃતા ફેલાવવાના ઉદ્દેશથી ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ જેને વિશ્વ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો જેના ફળસ્વરૂપ દર વર્ષે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેની શરૂઆત ૨૦૧૫ માં થઈ હતી. આમ તો યોગ સાથે જોડાવા કોઈ ખાસ દિવસની જરૂર નથી, પણ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ૨૧ જૂન 2020 નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વખતે કંઈક અલગ છે કેમકે અત્યારે સમગ્ર વિશ્વકોરોના મહામારી સામે લડી રહ્યું છે અને સાથે સાથે આ દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે તો આના વિશે આપણે વિગતવાર વાત કરીશું યોગા નેશનલ ચેંપિયન મહક ઠાકુર સિંહા સાથે જે આપણને સમજાવશે આ કોરોના કાળમાં યોગનું મહત્ત્વ કેમ વધારે વધી ગયું છે.

મહક જણાવે છે કે "યોગ કરવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા દિનપ્રતિદિન વધતી જાય છે અને આપણું શારીરિક તંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે, અને સાથે સાથે યોગાભ્યાસ કરવાથી આપણું માનસિક સંતુલન સ્થિર થાય છે અને બુદ્ધિ તીવ્ર થાય છે. કેટલાક લોકો યોગને માત્ર વ્યાયામ સુધી જ સીમિત રાખે છે પરંતુ યોગક્રિયાઓની સાથે ધ્યાન કરવું, પ્રાણાયામ કરવા અને બુદ્ધના વિકાસમાં મદદરૂપ હોવાની સાથે સાથે કારર્કિદીનો પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ભારતથી લઈને વિદેશ સુધી આજના સમયમાં યોગશિક્ષકોની માંગ છે. જો આપણે ભારતને યોગ શિખવવામાં સફળ થઈએ તો આપણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ પણ સરળતાથી આપી શકીશું."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ