આસામ રાજ્યના ગોલાઘાટ જિલ્લામાં એક ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 66 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર બતાવવામાં આવી રહી છે જેમને ગોલાધાટ સિવિલ હોસ્પિટલમાં અને જોરહાટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મરનાર વ્યક્તિઓનો આંકડો હજુ વધી શકે છે. ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં આ ઘટના ઘટી હતી જ્યાં 100થી વધુ મજૂરોએ આ દારૂ પીધો હતો. મરનાર વ્યક્તિઓમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે.