કચ્છના રાપરમાં ઝેરી ઘાસચારાથી 65 ગાય-વાછરડાના મોત થયા. પ્રાથમિક તબક્કે લાગતું હતું કે ભારે વરસાદના કારણે આ પશુઓના મોત થયા છે. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર પડી કે લીલા ઘાસચારાએ પશુઓનો જીવ લીધો. વેટરનરી ડોક્ટરના મતે લીલા ઘાસચારા પછી ઢોર પાણી પીવે તો ઝેરી અસર થાય, જે જીવલેણ બને. એપ્રિલમાં પણ કચ્છના નારાયણ સરોવરની પાંજરાપોળમાં ઝેરી ઘાસચારાથી 24 પશુના મોત થયેલા.