ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા જાહેર થયુ છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.
સુરતનું 76.45% ,મોરબીનું 75.43%, બોટાદનું 73.39% , રાજકોટનું 72.74%, ભાવનગરનું 69.70%, જામનગરનું 69.65%, સુરેન્દ્રનગરનું 69.42%, કચ્છનું 68.71%, ગાંધીનગરનું 68.25%, દેવભૂમિ દ્વારકાનું 67.29%, ડાંગનું (આહવા) 66.92% પરિણામ આવ્યુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.
GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક
સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.