ગુજરાત વિધાનસભાની ૯૬ બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં ૬૧ ટકા અંદાજીત મતદાન થયું છે, જેમાં બે થી ત્રણ ટકાનો વધારો થઇ શકે છે. રાજ્યના ૧૪ જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ૬૧ પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ ૮૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં ૬૯ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી.