મધ્યપ્રદેશ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને દયા સિંહ ઉર્ફે પ્યારે સિંહ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તે યાત્રા દરમિયાન જ તેમને મારી નાખશે.
NSA હેઠળ ધરપકડ કરી હતીરો
દયા સિંહની ક્રાઈમ બ્રાન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ ધરપકડ કરી છે. દયા સિંહ 60 વર્ષનો છે અને તે બેતુલના પંજાબી મોહલ્લા, રાજેન્દ્રનગરનો રહેવાસી છે. બુધવારે ઉજ્જૈનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. NSA હેઠળ વોરંટ ઈશ્યુ થયું ત્યારથી તે ફરાર હતો.