ભારતમાં દર વર્ષે પાસ થતાં 8 લાખ એન્જિનિયર્સમાંથી 60 ટકા બેકાર રહે છે. બેકારીના કારણે વરસે 20 લાખ માનવ કલાકોનો બગાડ થાય છે. એન્જનિયરીંગમાં પ્રેક્ટિકલનું ઘણું મહત્વ છે, પણ માત્ર 1 % વિદ્યાર્થીઓ જ ઈન્ટર્નશીપ કરે છે. શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તાની સ્થિતિ ચિંતાજનક છે.આ કોર્સ ઓફર કરતી સંસ્થાઓમાંથી 15 % સંસ્થા જ નેશનલ બોર્ડ ઓફ એક્રિડિટેશનની માન્યતા ધરાવે છે.