દેશમાં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો (Lithium) મોટો ભંડાર મળી આવ્યો છે. લિથિયમ ભંડારની આ પહેલી સાઈટ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ (GSI) ભંડારને રિયાસી જિલ્લામાંથી શોધી કાઢવામાં આવ્યો છે. કહી શકાય કે ભારતમાં લિથિયમ મળતા હવે ભારતને અન્ય કોઈ દેશો પર નિર્ભર રહેવું પડશે નહીં. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહનો અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોની બેટરીમાં વપરાતું લિથિયમ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. હવે જમ્મુ-કાશ્મીરના જિલ્લામાં તેના ભંડારનો ઉપયોગ આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડશે.