રશિયાની રાજધાની મૉસ્કોમાં ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 40થી વધુ લોકોના મોતના સમાચાર છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાની વર્દી પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું, બાદમાં બ્લાસ્ટ પણ કર્યા જેના પછી ભયંકર આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થઈ ગયા અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે.