કેન્દ્રીય ગુપ્તચર એજન્સીના સર્વે મુજબ દેશમાં નોટબંધીથી આતંકી પ્રવૃત્તિ પર બ્રેક લાગી છે. કાશ્મીર ખીણમાં પણ આતંકી પ્રવૃતિમાં ઘટાડો થયો છે. નોટબંધીના પગલે હવાલા કારોબારમાં પણ ઘણો ઘટાડો નોંધાયો હોવાનો દાવો છે. એજન્સીનું કહેવું છે કે હવાલા કારોબાર કરતાં અનેક લોકોના ફોન કોલના ટ્રાફિકમાં અનેકગણો ઘટાડો નોંધાયો છે. નોટબંધીના પગલે પાકિસ્તાનમાંથી ઘુસાડાતી નકલી નોટોનો કારોબાર પણ નાબુદ થવાની ધારણા છે.