Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોદી સરકાર 3.0માં ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ગત વખતની સરખામણીમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મહત્વની વાત એછેકે,  રાજ્યસભાના સભ્ય એસ.જયશંકર  અને જે.પી.નડ્ડાને મંત્રીપદે સ્થાન મળતાં  મોદી મંત્રીમંડળમાં મૂળ ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી છે. જોકે, મંત્રીમંડળમાં ગુજરાતમાંથી બે નવા ચહેરાનો તક અપાઇ છે જયારે બે પૂર્વ મંત્રીઓના પત્તા કપાયાં છે. આમ, ગઠબંધન નડતાં  ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોવાનું તારણ છે.  ગત વખતે મોદી મંત્રીમંડળમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, પરષોત્તમ રુપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અન ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાત સાતેક સાંસદોને મંત્રીપદ મળ્યુ હતું.  પણ આ વખતે લોકસભામાં ચોંકાવનારાં પરિણામે આવ્યા હતાં જેના કારણે ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં આવી હતી જેના કારણે મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદો ઘટયા હતાં. 
હવે જયારે મોદી સરકાર ૩.૦માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ સાંસદોને મંત્રીપદે સ્થાન મળ્યુ છે જેમાં અમિત શાહ,મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, સી.આર પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. અમિત શાહ,એસ જયશંકર અને મનસુખ માંડવિયાને સતત બીજી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવી શક્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ