રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ નીચે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રાતે 3 કલાકે શરુ થયેલી SIT ની તપાસમાં CM અને ગૃહમંત્રીની સીધી નજર હેઠળ આજે સાંજ સુધીમાં વધુ કડક પગલા લેવાય તેવી શક્યતાઓ રહેલી છે.
સસ્પેન્ડ કરાયેલા પાંચ લોકોમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનીયર અને બે સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ મળીને 05 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.