છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ભારતીય સુરક્ષા અધિકારીઓ દ્વારા આ નક્સલવાદીઓ પર 36 લાખનું ઈનામ જાહેર રાખવામાં આવ્યું હતું. જોકે આ નક્સલવાદીઓની ભારતીય સૈનિકો અને છત્તીસગઢની પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી.