વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકતા નવા પાણીની આવક ઝડપથી વધી રહી છે. મહત્વનું છે કે મધુબન ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે દણમગંગા વિયર છલકાયો હતો. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબકતાં ઉમરગામ, વાપી અને વલસાડ વરસાદી પાણીમાં ઘેરાયું હતું. વાપી-ઉમરગામમાં પડેલા ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા હતાં. લોકોએ પોતાનો માલસામાન બચાવવા ભારે દોડધામ કરી હતી. ભારે વરસાદથી જન-જીવન પ્રભાવિત થયું છે. જ્યારે લીલાપોર, ભદેલી, હિંગરાજ,સરોધી,ચીખલા,વેજલપોર,દેસાઇપાર્ટી જેવા ગામોનો સંપર્ક કપાઇ તૂટી ગયો છે.