કુખ્યાત આતંકવાદી ગેંગસ્ટર અને ડ્રગ સ્મગલરની સાંઠગાંઠનો પર્દાફાશ કરવા માટે NIA દ્વારા આઠ રાજ્યોમાં 76 સ્થળોએ તાજેતરમાં પાડવામાં આવ્યા હતા . જે છાપેમારીમાં તપાસ એજન્સીએ કેનેડા સ્થિત ‘નિયુક્ત’ના નજીકના સહયોગી લકી ખોખર ડેનિસ સહિત છ લોકોની ધરપકડ કરી છે. દેશના હરિયાણા, રાજસ્થાન, યુપી, દિલ્હી, એનસીઆર, મહારાષ્ટ્ર અને એમપીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને ગોલ્ડી બ્રારના સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.