હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવમાં વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મિ.મી., ભાભરમાં 35 મિ.મી., દાંતીવાડામાં 10 મિ.મી., દિયોદરમાં 102 મિ.મી., ડીસામાં 14 મિ.મી., કાંકરેજમાં 34 મિ.મી., પાલનપુરમાં 04 મિ.મી., થરાદમાં 171 મિ.મી., વાવમાં 230 મિ.મી., વડગામમાં 20 મિ.મી., લાખણીમાં 47 મિ.મી., સુઈગામમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ : અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરજ તાલુકામાં 1.3 ઇંચ, મોડાસા,માલપુર અને ભિલોડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.