ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. યુએસમાં આરોગ્ય તંત્રને મોટો ફટકો પડયો છે તો બ્રિટન, ઇટલી અને ફ્રાન્સમાં સતત ઓમિક્રોનના કેસો વધી રહ્યા હોવાથી સરકારોની હાલત કફોડી થઇ ગઇ છે.
ઓમિક્રોનના હાહાકારને કારણે આખી દુનિયામાં નવા વર્ષની ઉજવણી ફીકી પડી ગઇ હતી અને તમામ દેશોમાં ફલાઇટો રદ કરવામાં આવી હોવાને કારણે પ્રવાસીઓની હાલાકી વધી ગઇ હતી. રશિયા અને દક્ષિણ આફ્રિકામાં હાલતમાં મામૂલી સુધારો જણાયો છે પણ રશિયામાં મરણાંક હજી ચિંતા ઉપજાવે તેવો મોટો છે.