દક્ષિણ પાકિસ્તાનના હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે 3:30 વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ 20 કિલીમીટર (12 માઇલ) જમીનની નીચે હતું. હરનઈ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે.