ગુજરાતની 5,900થી વધુ NGO હવે વિદેશી દાન મેળવી શકશે નહીં. કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ NGOને છેલ્લા ત્રણ વર્ષના આવક-જાવકના હિસાબ રજૂ ન કરવા માટે શો નોટિસ પાઠવી. આ યાદીમાં ગીર ફાઉન્ડેશન, અપંગ માનવ મંડળ અને ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના મતે સંસ્થાઓને પૂરતો સમય અપાયો છતાં તેમને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા નથી.