ડિમોનેટાઈઝેશન બાદ કેશલેસ ઈકોનોમીની વાત ઘણી થાય છે, પણ ધરાતલ પર સ્થિતિમાં કોઈ ઝાઝો સુધારો થયો નથી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિએ રજુ કરેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં જનધન ખાતા માટે આપેલા 56 ટકા રુપે કાર્ડ વણવપરાયેલા છે. ડિમોનેટાઈઝેશન બાદ પ્રથમ વાર જ મળેલી બેંકર્સ મિટીંગના અહેવાલ મુજબ ગુજરાતમાં 90 લાખ જનધન ખાતા છે, તેમાંથી 48.35 લાખ ખાતા ગ્રામ્ય વિસ્તારમાં છે. 90 લાખ જનધન ખાતાધારકોમાંથી 73.85 લાખને રુપે કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, પણ હાલમાં માત્ર 32.63 લાખ કાર્ડ જ એક્ટિવ છે.