અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન-બાંગ્લાદેશથી આવેલા 56 લોકોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતની નાગરિકતાના પ્રમાણપત્ર આપ્યા હતા. જ્યારે વર્ષ 2017થી 2024 સુધીની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 1223 લોકોને ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.