લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સતત બીજા દિવસે US થી RSS અને BJP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમવારે રાત્રે વર્જીનિયામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલા અમારા તમામ બેંક ખાતા સીલ કરવામાં આવ્યા હતા. અમે ચર્ચા કરી રહ્યા હતા કે હવે શું કરવું. મેં કહ્યું તે જોવામાં આવશે, ચાલો જોઈએ શું થાય છે. સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, 'ચૂંટણી બાદ કંઈક બદલાયું છે. કેટલાક લોકોએ કહ્યું કે હવે ડર નથી લાગતો, હવે ડર દૂર થઈ ગયો છે. મારા માટે રસપ્રદ છે કે BJP અને PM મોદીએ નાના ઉદ્યોગો પર એજન્સીઓ તરફથી એટલો ડર અને દબાણ ફેલાવ્યું, એક સેકન્ડમાં બધું ગાયબ થઈ ગયું. આ ડર ફેલાવતા તેમને વર્ષો લાગ્યા અને તે એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો.