ફોર્મ સી રીન્યુ નહીં કરવાના મુદ્દે અમદાવાદના ખાનગી ડોક્ટરોની હડતાળથી બીજા દિવસે ૫૦૦થી વધુ સર્જરી અને પાંચ હજારથી વધુ ઓપીડી રદ થઇ હતી. આ હડતાળની રવિવારે સમાપ્તિ થઇ છે અને આવતીકાલથી ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરો રાબેતા મુજબ સેવા આપશે.
અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન દ્વારા ફોર્મ સી રીન્યુઅલ ન થવાના વિરોધમાં બે દિવસીય હડતાળ જાહેર કરવામાં આવી હતી. જેમાં ૪૦૦થી વધુ હોસ્પિટલ્સના બે હજારથી વધુ ડોક્ટર્સ-મેડિકલ સ્ટાફે ભાગ લીધો હતો. જેના કારણે બે દિવસીય હડતાળમાં ૩૫ હજારથી વધુ ઓ.પી.ડી. સેવા અને ૫૫૦૦થી વધુ પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રહી હતી. હડતાળના બે દિવસમાં રેલી-ધરણા-ફૂટપાથ ઓપીડી સહિતના આયોજનો કરાયા હતા. રવિવારે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો-હોસ્પિટલના સ્ટાફે ભાગ લીધો હતો.