દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના નવા ૫૪૩૯ કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૬૫,૭૩૨ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રેાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. વધુ ૩૦ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૭,૮૨૯ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૭૫૯૧નો ઘટાડો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ ૧.૭૦ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૬૪ ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૨૦,૪૧૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૮૮.૫૫ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં કોરોના વેક્સિનના કુલ ૨૧૨.૭૧ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩૦ મોત પૈકી પાંચ મહારાષ્ટ્રમાં, ચાર દિલ્હીમાં અને ત્રણ હરિયાણામાં નોંધવામાં આવ્યા છે.