Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એકતરફ ભારતીય અર્થતંત્ર ખોડંગાઇ રહ્યું છે તો બીજીતરફ ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ ૫૪૧.૪૩૧ બિલિયન અમેરિકન ડોલરની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગયું છે. ૪ સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેન્કે જારી કરેલા આંકડા અનુસાર ૨૮મી ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ ૩.૮૮૩ બિલિયન ડોલરના વધારા સાથે ૫૪૧.૪૩૧ બિલિયન ડોલરની લાઇફટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું હતું. ૫ જૂન ૨૦૨૦ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પહેલીવાર ભારતના ફોરેક્સ રિઝર્વે ૫૦૦ બિલિયન ડોલરની સપાટી વટાવી હતી. ૧૯૯૧માં આવી પડેલી મોટી આર્થિક કટોકટીના કારણે તત્કાલીન ભારત સરકારે સોનું ગીરવે મૂકવું પડયું હતું. માર્ચ ૧૯૯૧માં ભારતનું ફોરેક્સ રિઝર્વ ફક્ત ૫.૮ બિલિયન ડોલર હતું. આજે ભારત આર્થિક મોરચા પર કોઇપણ પ્રકારની કટોકટી સામે લડવા માટે ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ