કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 113 દિવસના અંતરાલ પછી 524 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 3,618 થઈ ગયા છે. આ ડેટા રવિવારે સવારે 8 વાગે અપડેટ થયો છે. દેશમાં મૃત્યઆંક વધીને 5,30,781 થઈ ગયો છે. કેરળમાં એક મોતની પુષ્ટિ થઈ છે. કોવિડ કેસની સંખ્યા 4.46 કરોડ (4,46,90,492) નોંધાઈ હતી.