પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વીમાનું આખુ ગણિત સમજાવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને 91.547 ટકા પાક વીમો મળવા પાત્ર છે જેમાંથી તેમને માત્ર 1.48 ટકા પાક વીમો મળે છે...ગુજરાત સરકારે પાકવીમામાં 90 ટકાથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો છે, ગુજરાત સરકારનું આ કૌભાંડ રાફેલ કરતા પણ મોટું કૌભાંડ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે "અમે આ અંગે RTI પણ કરી હતી પણ અમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. સરકારે કહ્યું પાકવીમાનો હિસાબ જાહેર કરવામાં આવતો નથી."