ભારત પ્રકૃતિ અને અર્થતંત્ર વચ્ચે ઘર્ષણમાં વિશ્વાસ નથી ધરાવતું અને બંને વચ્ચેના સહ-અસ્તિત્વના મહત્વને તે ખૂબ સારી રીતે સમજે છે તેમ જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે વન્ય જીવોનું રક્ષણ વૈશ્વિક મુદ્દો છે. આ સાથે વડાપ્રધાન મોદીએ બિલાડી કુળના (વાઘ, સિંહ) સંરક્ષણ અને જાળવણી માટે ઈન્ટરનેશનલ બીગ કેટ અલાયન્સ (આઈબીસીએ)નો પ્રારંભ કર્યો હતો. પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવા પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં રવિવારે વડાપ્રધાન મોદીએ આઝાદી પછી દેશમાં ૫૩ ટાઈગર રિઝર્વ વિસ્તારોમાં વાઘની સંખ્યા વધીને ૩,૧૬૭ થઈ હોવાની જાહેરાત કરી હતી.