ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના કેમ્પ પર ગ્લેસિયર તૂટી પડવાના લીધે ૫૭ મજૂરો ફસાઈ ગયા હતા. તેમાથી ૫૦ને બચાવી લેવાયા હતા અને ચારના મોત થયા છે. જ્યારે પાંચ હજી પણ ફસાયેલા હોવાનું મનાય છે. પીએમ મોદી પણ બચાવકાર્ય પર નજર રાખી રહ્યા છે, તેમણે સીએમ ધામીને શક્ય તેટલી બધી મદદ આપવાની વાત કરી છે.