કોરોના મહામારીમાં જે પણ લોકોએ જીવ ગુમાવ્યો હોય તેમના પરિવારને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવી જોઇએ તેવી ભલામણ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કરવામાં આવી હતી. આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી. સુપ્રીમમાં કોરોના પીડિતોને સહાય આપવાની માગણીઓ કરતી અનેક અરજી થઇ છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કોરોનાને કારણે જે પણ લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. કેંદ્ર સરકારે આ અંગે એક સોગંદનામુ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું છે. જેમાં સરકારે કહ્યું છે કે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કોરોના પીડિતોને સહાય આપવા માટે ભલામણ કરવામાં આવી હતી.