અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ યુધ્ધના સ્તરે ચાલી રહ્યુ છે.અત્યાર સુધીમાં મંદિરનુ પચાસ ટકા બાંધકામ પુરુ થઈ ચુકયુ છે.
મંદિરના બાંધકામ માટે ટાટા અને એલએન્ડી ટી જેવી કંપનીઓ કામ કરી રહ્યા છે.મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનુ કહેવુ છે કે, ગ્રાઉન્ડ ફ્લોર માટે 1.50 લાખ ચોરસફૂટ પથ્થરો કાપીને તૈયાર રાખવામાં આવ્યા છે.
મંદિરના ઉપરના હિસ્સામાં વિશાળકાય મશિનોથી કામ ચાલી રહ્યુ છે.મુખ્ય મંદિર માટે કોતરણી કરેલા પથ્થરોને ઉપયોમાં લેવામાં આવી રહ્યા છે.મંદિરના ગર્ભગૃહનુ નિર્માણ આરસના પથ્થરોથી કરવામાં આવી રહ્યુ છે.