બાંગ્લાદેશમાં સત્તા પલટો થયા બાદ વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર એક પછી એક ભારત વિરોધી નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં સરકારે ભારતમાં તાલીમ લેવા માટે જનારા 50 ન્યાયાધીશો અને કાયદાકીય અધિકારીઓના ટ્રેનિંગ કાર્યક્રમને રદ કરી દીધો છે. યુનુસ સરકારના કાયદા મંત્રાલયના પ્રવક્તાએ વિગતવાર માહિતી આપ્યા વગર કહ્યું કે, ‘નોટિફિકેશન રદ કરી દેવામાં આવ્યું છે.’