લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્રીજા તબક્કામાં ત્રણ વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં સૌથી વધુ મતદાન થયું છે. બિહારમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
આસાામ 63.08%
બિહાર 46.69%
છત્તીસગઢ 58.19%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 52.43%
ગોવા 61.39%
ગુજરાત 47.03%
કર્ણાટક 54.20%
મધ્યપ્રદેશ 54.09%
મહારાષ્ટ્ર 42.63%
ઉત્તર પ્રદેશ 46.78%
પશ્ચિમ બંગાળ 63.11%